આપણી સુપ્રીમ કોર્ટને લીવ ઇન રીલેશનશીપમાં કઈ ખોટું નથી દેખાતું.

March 24, 2010

આજના ગ્રેટ ન્યૂસ : આપણી સુપ્રીમ કોર્ટને લીવ ઇન રીલેશનશીપમાં કઈ ખોટું નથી દેખાતું. એ તો ઠીક પણ એણે ભગવાન શ્રીકૃષ્ણને પણ, એ રાધા સાથે લીવ ઇન રીલેશનશીપ માં હતા એમ કહ્યું. આપણી સુપિમ કોર્ટ નું ફરી ગયું છે કે નહિ એતો જનતા એ નક્કી કરવાનું છે પણ એમના ચુકાદાથી મારુંતો દિલ દુભાયું છે. મને પોતાને લીવ ઇન  રીલેશનશીપમાં કઈ વાંધો નથી પણ સુપ્રીમ કોર્ટે શ્રીકૃષ્ણનું નામ નાં લીધું હોતે તો સારું હતું. અને એ પણ ખોટી રીતે કેમકે ભગવાન કૃષ્ણ ક્યારેય રાધા સાથે એ રીતે રહ્યા નથી.

અકુપાર વિષે થોડુક……

March 16, 2010

અકુપાર વાંચી? ધ્રુવ ભટ્ટની આ મહાનવલ નવનીત સમર્પણમાં વાંચીને અદભૂત આનંદ થયો. એક અવર્ણનીય આનંદ.
સાગર કિનારે થી લાયી ને ગીર ની કંદરાઓ સુધી વિસ્ત્રરેલો વાર્તા પ્રવાહ, વ્હેલથી લઇ ને સિહો સુધી ખેંચી જતી અને પ્રત્યેક ક્ષણે ડોલાવતી એક નવલ. એક ચિત્રકારની સંગત માં તમને ક્યાં થી ક્યાં લઇ જાય છે. આઈ માંની સરળ અને ગહન વાતો તમને કેટલીયે રાતો સુવા નહિ દે.
વાહ ધ્રુવ ભટ્ટ વાહ.

Kem chhe duniya?

February 9, 2010

આ મારો નવો બ્લોગ છે. આમાં હું ગુજરાતી માં અને ઈંગ્લીશ માં લખીશ. ખાસ કરીને મારા ગુજરાતી વાચકો ને ગમશે.
અશોક ચાવડા.

ashok chavda.


Follow

Get every new post delivered to your Inbox.